Sunday, 16 December 2012

Gadhada (ગઢડા) શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંસ્થા

સંસ્થા વિશે

શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંસ્થા વિશે

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે જે ગઢપુરમાં ગામધણી શ્રી દાદા ખાચરના દરબારમાં આજીવન નિવાસ કરી પવિત્ર ઉન્મત્તગંગા(ધેલાનદી)માં પોતાના વર્ણી-સંત-પાર્ષદો અને ભક્તજનો સાથે આ નદીના 108 ધાટોમાં કાયમ સ્નાન કરી દિવ્ય અદિવ્ય અને દિવ્યાદિવ્ય લીલાઓ કરી અનેક ઐશ્વર્યો બતાવી અનેક જીવાત્માઓનો ઉદ્ધાર કર્યો છે. આ ધેલા નદીને ઉન્મત્તગંગાનું બિરુદ આપી સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ઉન્મત્તગંગાજીને અભય વરદાન સાથે પિતૃઓને મોક્ષ આપવાની સામર્થી અર્પેલ છે.
શ્રીહરીએ સ્વાશ્રિતો સાથે કાયમિક આ ઉન્મત્તગંગામાં સ્નાન કરી આ ગંગાજીને મહાન પાવનકારી તીર્થ બનાવેલ છે. જેથી અહી શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિરના ઉપક્રમે શ્રી ઉન્મત્તગંગાજીનું મંદિર બાંધવામાં આવેલ છે. અને જેમની ભગવાન રામચન્દ્રજીએ આરતી ઉતારી છે, શિવજીએ મસ્તકે ધાર્યા છે. અને જેને મૂળઅક્ષર મૂર્તિ સદ્ ગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, કવિરાજ બ્રહ્માંનંદસ્વામી, ગુણાતીતાનંદસ્વામી, શામળીયા ચૈતન્યાનંદ સ્વામી વગેરે મહાનુભાવ નંદ સંતો ધેલે સ્નાન કરવા આવતા ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા એવા સમર્થ આ મંદિરમાં સાક્ષાત્ મૂર્તિસ્વરૃપ પિતૃઓના અધિષ્ઠાત્રી દેવી શ્રી ઉન્મત્તગંગાજીની સુંદર ચતુભુર્જ મૂર્તી સ્થાપન કરવામાં આવેલ છે.
આ મૂર્તી સ્વરૃપે બિરાજતા શ્રી ઉન્મત્તગંગાજીના સાનિધ્યમાં પિતૃઓ સબંધિ, નારાયણબલિ શ્રાદધ, સપિંડશ્રાધ્ધ, લિલશ્રાધ્ધા વગેરે શ્રાધ્ધવિધિઓ કરવામાં આવે છે. અને શ્રાધ્ધ વિધીમાં પિતૃઓ યજમાનના શરીરમાં આવીને બોલે છે. આ શ્રાધ્ધ વિધિનું ફળ અમને મળ્યું છે અને અમે મોક્ષ માર્ગે જઈએ છીએ. આવું આ ધેલા નદીનું પવિત્ર તીર્થી સ્થાન છે.
શ્રી ઉન્મત્તગંગાજીના સાનિધ્યમાં માનવસમાજને ઉપયોગી નીચે પ્રમાણેના કાર્યક્રમો અહી થાય છે .

  • શ્રાધ્ધ મોહોત્સવો,
  • ભાગવત્ સપ્તાહો,
  • સંત્સંગિજીવનની પારાયણો,
  • સત્સંગ શિબિરો,
  • જપ યજ્ઞો,
  • જ્ઞાન યજ્ઞો,
  • શ્રમ યજ્ઞો,
  • શિક્ષાપત્રી મોહોત્સવો,
  • આગમન મોહત્સવ,
  • ઉન્મત્તગંગોત્સવ,
  • સર્વરોગનિદાન કેમ્પ,
  • વ્યસનમુક્તિના કાર્ય.ક્રમો,
  • સાહિત્યપ્રકાશનો,
  • યાત્રાપ્રવાસો,
  • દુષ્કાળમાં કેટલ કેમ્પ,
  • છાશ કેન્દ્ર,
  • ગીરીગાયોના ઉછેર માટે ગૌશાળા,
  • બાળકોમાં સંસ્કાર સિંચન માટે શિક્ષાપત્રી વિદ્યાલય,
  • શિક્ષાપત્રી છાત્રાલાય વગેરે શૈક્ષણિક સંકુલો.
આ સંસ્થા શ્રી સ્વામિનારાયણ તરીકે રજીસ્ટર થયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. અહી ભવ્ય શિક્ષાપત્રી ભવન નામે બિલ્ડીગ બાંધવામાં આવેલ છે. તેમજ નીચે પ્રમાણેની સુવિધા થી સજ્જ છે.

  • શિક્ષાપત્રી પ્રાર્થના મંદિર,
  • શિક્ષાપત્રી ભોજનાલય
  • યાત્રીકોની સુવિધા માટે યાત્રીક નિવાસ ધાનાણી ભવન
  • વી.આઈ.પી ગેસ્ટ હાઉસ જેવા સુંદર રહેવાના સુવિધાવાળા રૃમો
  • ભગવાનની પ્રસાદીરૃપ મીષ્ટન પ્રસાદ અહી જમવા મળે છે.
  • ગ્રેનાઈટ પથ્થર પર કોત્રેલી શિક્ષાપત્રીને સુવર્ણ ઢોળ ચડાવી સુવર્ણાક્ષર મૂર્તિ સ્વરૃપે શિક્ષાપત્રી પ્રાર્થના મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે અને આ સુવર્ણાક્ષર મૂર્તિસ્વરૃપની આગળ કાયમ વૈદિક વિધિથી શોડષોપચારપૂર્વક શિક્ષાપત્રી મહાપૂજા કરવામાં આવે છે
આ મૂર્તીને સવાર-સાંજ આરતી અને થાળ ધરવામાં આવે છે. અને દડવંત પ્રદક્ષિણા કરવાથી ભક્તજનો ધર્મ – અર્થ – કામ અને મોક્ષ એમ ચારેય પુરૃષાર્થની સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
પ્રાર્થના મંદિરના ભવ્ય સિંહાસનમાં શ્રી ધનશ્યામ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ અને શિક્ષાપત્રી લેખક ભગવાન શ્રી સહજાનંદ સ્વામિ બિરાજે છે.
શ્રી ઉન્મત્તગંગાજી મંદિરમાં ઐતિહાસિક ગંગાજીની સાથે યમુનાજી અને સરસ્વતીજીની સુંદર મૂર્તિઓ અને સતત ગોમુખમાંથી વહેતા જળવાળા ઐતિહાસિક ગંગા, યમુના કુંડો રહેલ છે,
આવી અદ્-ભૂત આ સંસ્થા સારાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને વિશ્વ લેવલે પ્રસિદ્ધિ છે. અને જેમ સારંગપુરમાં કષ્ટભંજનદેવ ભૂતપ્રેતાદિકની પિડાથી લોકોને મુક્તિ આપે છે, તેમ આ સંસ્થામાં શ્રી ઉન્મત્તગંગાજી પિતૃઓની પીડાથી લોકોને મુક્ત કરી પિતૃઓને મોક્ષ આપે છે. અને આ સંસ્થાનું કેન્દ્ર સ્થાન પવિત્ર ધેલાનદી કિનારે જસદણ રોડ ઉપર ગંગા ભવન અને શિક્ષાપત્રી ભવન નામે ઓળખાય છે.

No comments:

Post a Comment